
સાથીઓ...
જય ભારત સાથે જણાવવાનું કે, તાજેતરમાં કાશ્મીરના ઉરીમાં આતંકવાદી હૂમલામાં આપણા સૌની રક્ષા માટે પોતાનો જાન ન્યોછાવર કરી શહીદી વહોરનારા વીસ(આંકડો સત્તરથી વધી વીસ સુધી પહોંચ્યો છે)ભારતીય સૈનિકોને લાખ લાખ સલામ!!!
આ નિમિત્તે સૈનિકોના કુટુંબીજનોને આર્થિક સહાય મળી રહે, તેવા શુભ આશય સાથે પાલનપુર એસટી વિભાગ દ્વારા શહીદ સૈનિકફાળો એકત્રિત કરવાનું આયોજન કર્યું. જેમાં પાલનપુર એસટી વિભાગ દ્વારા કુલ બે લાખ સિત્તોતેર હજાર રૂપિયાનો ફાળો પ્રાપ્ત થયો. જેમાં ડીસા ડૅપોએ પણ રૂપિયા એકતાળીસ હજારનું યોગદાન આપ્યું. સિદ્ધપુર ડૅપોએ તો અડધો લાખ રૂપિયાનો ફાળો નોંધાવ્યો. આ શુભકાર્ય માટે વિભાગીય કચેરીની અને વિભાગીય યંત્રાલયની તમામ શાખાઓ તેમજ ક્રેડીટ સોસાયટી પાલનપુર, તેમજ ડીસા, પાલનપુર, અંબાજી, થરાદ, સિદ્ધપુર, દિયોદર અને રાધનપુર ડૅપોના તમામ દેશદાઝ ધરાવતાં ડ્રાઈવર કંડક્ટર મિત્રો, મિકેનીકલ સ્ટાફ, વહીવટી સ્ટાફ, અધિકારીગણ તેમજ માન્ય ત્રણેય યુનિયનના કર્મશીલો તરફથી ખૂબ ખૂબ સહયોગ સહકાર પ્રાપ્ત થવા પામ્યો છે. આ ક્ષણે સૌનો ખૂબ ખૂબ આભાર....
શહીદ સૈનિકફાળાનો શુભ વિચાર પાલનપુર એસટી વિભાગના વડા શ્રી કમલ હસન સાહેબને સ્ફૂર્યો, તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રી, દિનેશભાઈ અનાવાડિયા સાહેબનો પણ સાથસહકારને પ્રોત્સાહન મળવા પામ્યાં. તે બદલ તેઓશ્રીઓનો અને સહીયોગી સૌનો આભાર...


આ પ્રાપ્ત થયેલાં સૈનિકફાળાને આપણાં પડોશી રાજ્ય રાજસ્થાનના રાજસમંદ(રાજવા)ના વતની અને ઉરી ખાતે શહીદ થયેલાં સૈનિકોમાંના એક: નિમ્બસિંહ એન. રાવતના કુટુંબીજનોને હાથોહાથ એસટીના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રી અને પાલનપુર વિભાગના પ્રભારી ભરતભાઈ આર્ય સાહેબની આગેવાનીમાં, વિભાગીય નિયામકશ્રી, એસટી, પાલનપુર કમલ હસન સાહેબ તેમજ પ્રતિનિધિ મંડળ દ્વારા રૂબરૂ જઈને સૈનિકફાળો શહીદ જવાનના સ્વજનોને અર્પણ કરવામાં આવ્યો. સદગત્ વીર શહીદના પરિવારમાં તેમનાં પત્ની રૂડીદેવી તેમજ ચાર દીકરીઓ અને છસાત વર્ષનો દીકરો છે. ઉલ્લેખનીય છે કે નિમ્બસિંહ રાવત તેર મહિના પછી નિવૃત્ત થવાના હતાં...

આમ, રાજસ્થાન જનાર સમગ્ર પ્રતિનિધિમંડળનો પણ આ ક્ષણે દિલી આભાર માનું છું. આ શુભકાર્યમાં એસટીના સર્વે સાથીઓનો ખૂબ ખૂબ સહયોગ પ્રાપ્ત થવા પામ્યો, તે બદલ સૌનો આભાર...અને વીર શહીદોને લાખ લાખ સલામ !
https://www.youtube.com/watch?v=voWO4wlvTME
ખૂબ સરસ....અભિનંદન..
ReplyDeleteIt's great job...
ReplyDeleteKhub khub abhinandan
ReplyDeleteKhub khub abhinandan
ReplyDeleteKhub khub abhinandan
ReplyDeleteKhub khub abhinandan
ReplyDeleteGreat work
ReplyDeleteGood work has to be appriciated by all...
ReplyDeleteપ્રશંસનીય કાર્ય..
ReplyDeleteબિરદાવવા યોગ્ય..